વર્ડપ્રેસ Polyglots ટીમ ૧૨ નવેમ્બર ના બીજા વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ આયોજન કરી રહી છે. વિશ્વમાં ગમે ત્યાંથી – દરેક વ્યક્તિને જોડાવા માટે આમંત્રણ છે!
વર્ડપ્રેસ સાથે સંકળાયેલા રહેવા માટે અને આ પ્રોજેક્ટમાં ફાળો આપવા માટે અનુવાદ સૌથી સરળ રીત છે. વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ વિશે વધુ જાણવા માટે, વિશ્વના બધા લોકોને મળવા માટે અને એક કરતાં વધુ ૧૬૦ ભાષાઓમાંની એક ભાષામાં વર્ડપ્રેસ ભાષાંતર કરવા માટે તમને તક છે.
વિશ્વમાં ગમે ત્યાંથી ૧૨ નવેમ્બરે અમારી સાથે જોડાઓ
અનુવાદ દિવસ ૦:૦૦ યુટીસી(UTC), શનિવાર, ૧૨ નવેમ્બર, ૨૦૧૬ ના દિવસે શરૂ થાય છે અને 24 કલાક પછી પૂરું થાય છે. કયો સમય તમારા માટે અનુકૂળ છે તે જુઓ! તમે શરૂઆતથી જોડાઇ શકો છો અથવા સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ સમય જે તમારા માટે અનુકૂળ હોય.
આપણે શું કરી રહ્યા છીએ?
સ્થાનિક ફાળો આપનાર દિવસ સમગ્ર વિશ્વમાં યોજાય રહ્યું છે, અને સંકળાયેલા રહેવા માટે આ એક ઉત્તમ માર્ગ છે. ત્યાં જો પહેલેથી જ એક સ્થાનિક પ્રસંગ તમારી નજીક યોજાય રહ્યું છે તે જોવા માટે આ નકશો તપાસો . એક પણ નથી મળ્યું? એક સ્થાનિક પ્રસંગનું આયોજન કરો!
તે જ સમયે, અનેક ભાષાઓમાં રીમોટ સેશનો, ૨૪ કલાક લાઇવ-સ્ટ્રીમ માટે સમુદાય પર જોડાવ. સેશનો સ્થાનિકીકરણ, આંતરરાષ્ટ્રીયકરણ અને તમારી ભાષામાં ફાળો વગેરે મુદ્દાઓ કવર કરશે.
કોના માટે છે?
શું તમે અનુવાદ કરવા માટે નવા છો અને કેવી રીતે ભાષાંતર કરવું તે જાણવા માંગો છો, અથવા અનુભવી અનુવાદ સંપાદક મજબૂત ટીમ બનાવો છો, અનુવાદ દિવસ તમારા માટે છે. ડેવલપર્સ પણ અનુભવી લોકોના વિષયોનો આનંદ લેશે, શું તમે આંતરરાષ્ટ્રીયકરણ વિશે શીખો છો અને અથવા તમારી થીમ્સ અને પ્લગિન માટે વધુ અનુવાદકો શોધવા માંગો છો. ત્યાં દરેક માટે એક સત્ર છે!
સામેલ થાવ
જોડાવું સરળ છે! ૧૨ નવેમ્બરે, જ્યારે દિવસ દરમિયાન જીવંત સેશન જોઈ રહ્યાં હોય ત્યારે તમારા પોતાના અનુકૂળ સમયે, વર્ડપ્રેસ અથવા તમારા મનપસંદ પ્લગિન અને થીમ્સ તમારી ભાષામાં અનુવાદ કરો.
વધુ સામેલ થવા માંગો છો? ૧૨ નવેમ્બરે એક સ્થાનિક પ્રસંગ આયોજન કરવા માટે રજીસ્ટર કરો અને સાથે મળીને ભાષાંતર કરવા માટે તમારા સ્થાનિક સમુદાયને આમંત્રણ આપો. પ્રસંગો ઔપચારિક અથવા સંપૂર્ણપણે અનૌપચારિક હોઈ શકે છે – એક અથવા બે કલાક ભાષાંતર કરવા માટે સ્થાનિક કોફી દુકાનમાં તમારા લેપટોપ અને મિત્રો સાથે જઈ શકો છો.
શું તમે સામેલ થઇ શકો છો જો તમે માત્ર અંગ્રેજી બોલતા હોવ તો?
સંપૂર્ણપણે! જો તમે માત્ર અંગ્રેજી બોલતા હોવ તો પણ ત્યાં આંતરરાષ્ટ્રીયકરણ વિષે ઉત્તમ સેશનો છે જેનો દરેક ડેવલપર ને લાભ થઇ શકે છે. ત્યાં પણ ઘણાં બધાં ઇંગલિશ ચલો છે જેને તમારી મદદની જરૂર છે! દાખલા તરીકે, અંગ્રેજી ઑસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝિ લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અને યુનાઇટેડ કિંગડમ માં અલગ રીતે બોલાય અને લખાય છે. તમે આ તફાવતો અને ભિન્નતા શા માટે મહત્વપૂર્ણ છે તે વિશે સેશન દરમિયાન જાણી શકો છો.
અને જો તમને આનંદની લાગણી થતી હોય તો, ઇમોજી માં વર્ડપ્રેસ અનુવાદનો પ્રયાસ કરો! હાં, અમારી પાસે ઇમોજીમાં વર્ડપ્રેસનું અનુવાદ છે!
પ્રશ્ર્નો?
જો તમને કોઇ પ્રશ્ર્નો હોય, તો polyglots ટીમ અને પ્રસંગ આયોજકો સ્લેકમાં #polyglots માં વાતચીત કરે છે અને મદદ કરવા માટે ખુશ છે! (chat.wordpress.org પર સ્લેક માટે આમંત્રણ મેળવો)
સત્તાવાર વેબસાઇટ પર પ્રસંગમાં ભાગ લેવા માટે રજીસ્ટર કરો.
પ્રતિશાદ આપો
તમારે ટિપ્પણી પોસ્ટ કરવા લૉગ ઇન કરવું પડશે.