વર્ડપ્રેસ ૪.૭ “વોન”

આવૃત્તિ વર્ડપ્રેસ ૪.૭, સુપ્રસિદ્ધ જાઝ ગાયક સારાહ “Sassy” વોન ના માનમાં “વોન” નામ આપવામાં આવ્યું છે, જે ડાઉનલોડ કરવા અથવા તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડ માં સુધારા માટે ઉપલબ્ધ છે. વર્ડપ્રેસ ૪.૭ તમને તમારી સાઇટ સ્થાપવા માટે મદદ કરે છે જે રીતે તમે તેને કરવા માંગો છો.


પ્રસ્તુત છે ટ્વેન્ટી સેવન્ટીન

નવી મૂળભૂત થીમ ફીચર્ડ ચિત્રો અને વિડિઓ હેડરો સાથે જીવન માટે તમારી સાઇટ લાવે છે.

ટ્વેન્ટી સેવન્ટીન બિઝનેસ સાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઘણા વિભાગો સાથે વૈવિધ્યપૂર્ણ ફ્રન્ટ પેજ દર્શાવે છે. વિજેટ, નેવિગેશન, સામાજિક મેનુઓ, લોગો, કસ્ટમ રંગ, અને વધુ સાથે વ્યક્તિગત કરો. ૨૦૧૭ માટે અમારી મૂળભૂત થીમ ઘણી ભાષાઓમાં શ્રેષ્ઠ કામ કરે છે, કોઈપણ ઉપકરણ પર, અને વ્યાપક વપરાશકર્તાઓ શ્રેણી માટે.


તમારી સાઇટ, તમારો માર્ગ

એક અવિરત વર્કફ્લો માં તમારા બધા ફેરફારો જીવંત પૂર્વાવલોકનો સાથે વર્ડપ્રેસ ૪.૭ પ્રારંભિક થીમ સુયોજન માટે મદદ કરવા કસ્ટમાઈઝર માં નવા લક્ષણો ઉમેરે છે.

થીમ સ્ટાર્ટર સામગ્રી

તમને સ્થાપન કરવા માટે એક મજબૂત આધાર આપે છે, દરેક થીમ્સ સ્ટાર્ટર સામગ્રી આપી શકે છે. જ્યારે તમે તમારી નવી સાઇટ કસ્ટમાઇઝ કરવા માટે જાઓ છો ત્યારે તે દેખાય છે. જેમ કે શ્રેષ્ઠ સ્થાન પર એક બિઝનેસ માહિતી વિજેટ મૂકવું, સામાજિક ચિહ્ન કડીઓ સાથે નમૂના મેનુ, સુંદર ચિત્રો સાથે સંપૂર્ણ સ્ટેટીક ફ્રન્ટ પેજ. ચિંતા કરશો નહીં – નવું કંઈ જીવંત સાઇટ પર દેખાશે નહિ જ્યાં સુધી તમે તમારી પ્રારંભિક થીમ સુયોજન પ્રકાશિત અને સેવ કરવા માટે તૈયાર ના હોવ.

શૉર્ટકટ્સ સંપાદિત કરો

દૃશ્યમાન ચિહ્નો જે તમને બતાવવા માટે કે તમારી સાઇટ ના કયા ભાગો બદલી શકાય છે જ્યારે જીવંત પૂર્વાવલોકન દેખાય છે. શોર્ટકટ પર ક્લિક કરો અને સીધા સંપાદન કરવા માટે જાઓ. સ્ટાર્ટર સામગ્રી સાથે જોડી બનાવી, ઝડપથી તમારી સાઇટ કસ્ટમાઇઝ કરવાનુંપ્રારંભ કરો.

વિડિઓ હેડર્સ

તમારી સામગ્રી પ્રદર્શન કરવા માટે ક્યારેક મૂવિંગ હેડર છબી તરીકે વાતાવરણીય વિડિઓની જરૂર છે; આગળ વધો અને તે ટ્વેન્ટી સેવન્ટીન સાથે કરવાનો પ્રયાસ કરો. અમુક વિડીયો પ્રેરણાની જરૂર છે? ડાઉનલોડ અને ઉપયોગ માટે ઉપલબ્ધ વિડિઓ હેડરો સાથે સાઇટ્સ માટે શોધવાનો પ્રયાસ કરો.

મેનુ બનાવવું સરળ

સાઇટ્સ માટે ઘણા મેનુઓ, તમારી સાઇટ ના પેજ પર લિંક્સ સમાવે છે, પરંતુ શું થાય છે જો તમારી પાસે હજુ સુધી કોઇ પણ પેજ ન હોય ત્યારે? હવે કસ્ટમાઈઝર છોડી અને તમારા ફેરફારો ત્યાગ કરવાના બદલે તમે મેનુ બનાવતી વખતે નવા પેજ ઉમેરી શકો છો. એકવાર તમે તમારા કસ્ટમાઇઝેશન પ્રકાશિત કર્યા પછી, નવા પેજ સામગ્રી ઉમેરવા માટે તૈયાર હશે.

કસ્ટમ સીએસએસ(CSS)

ક્યારેક તમારે માત્ર તમારી સાઇટ પરફેક્ટ બનાવવા માટે થોડા દ્રશ્ય ફેરફાર કરવાની જરૂર હોય છે. વર્ડપ્રેસ ૪.૭ તમને કસ્ટમ સીએસએસ(CSS) ઉમેરવા અને તરત જ તમારા ફેરફારો કેવી રીતે તમારી સાઇટ પર અસર કરે છે તે જોવા માટે પરવાનગી આપે છે. લાઇવ પૂર્વદર્શન તમને પેજ રીફ્રેશ વગર ઝડપથી કામ કરવા માટે પરવાનગી આપે છે.

પીડીએફ(PDF) થંબનેલ પૂર્વાવલોકનો

તમારા દસ્તાવેજ સંગ્રહ વહીવટ વર્ડપ્રેસ ૪.૭ સાથે સરળ છે. પીડીએફ(PDF) અપલોડ કરી થંબનેલ ચિત્રો પેદા કરશે, જેથી તમને વધુ સરળતાથી તમારા બધા દસ્તાવેજો વચ્ચે તફાવત બતાવી શકે છે.

તમારી ભાષામાં ડેશબોર્ડ

તમારી સાઇટ એક જ ભાષામાં છે એનો એ અર્થ એ નથી કે બધા તેમના સંચાલન મદદ માટે તે ભાષા પસંદ કરે. તમારી સાઇટ પર વધુ ભાષાઓ ઉમેરો અને વપરાશકર્તા ભાષા વિકલ્પ તમારા વપરાશકર્તાઓ ની પ્રોફાઇલ્સ માં બતાવવામાં આવશે.


REST API કન્ટેન્ટ એન્ડપૉઇન્ટ્સ પરિચય

વર્ડપ્રેસ ૪.૭ પોસ્ટ્સ, ટિપ્પણીઓ, ટર્મ્સ, વપરાશકર્તાઓ, મેટા, અને સેટિંગ્સ માટે REST APIએન્ડપૉઇન્ટ્સ(endpoints) સાથે આવે છે.

કન્ટેન્ટ એંડપોઇન્ટ્સ, સ્પષ્ટ, ધોરણો આધારિત ઈન્ટરફેસ સાથે તમારા વર્ડપ્રેસ સાઇટ પર machine-readable બાહ્ય વપરાશ પૂરો પાડે છે. પ્લગિન્સ, થીમ્સ અને એપ્લિકેશન્સ દ્વારા સાઇટ્સ સાથે સંપર્કમાં આવવાની નવી અને નવીન પદ્ધતિઓ માટે માર્ગ પૂરો પાડે છે. ડેવલપમેન્ટ સાથે પ્રારંભ કરવા માટે તૈયાર? REST API માર્ગદર્શિકા તપાસો.


વધારે પ્રસન્ન ડેવલપર્સ 😊

પોસ્ટ પ્રકાર ટેમ્પ્લેટસ

બધા પોસ્ટ પ્રકારો માટે પેજ ટેમ્પ્લેટ કાર્યક્ષમતા વધારીને, થીમ ડેવેલપર્સ પાસે વર્ડપ્રેસ ટેમ્પ્લેટ અધિશ્રેણી સાથે વધુ ફ્લેક્સિબિલિટી હોય છે.

વધુ થીમ API ગુડીઝ

થીમ ડેવેલપર્સ માટે વર્ડપ્રેસ ૪.૭ નવા ફંક્શન્સ, હુક્સ, અને વર્તન નો સમાવેશ કરે છે.

કસ્ટમ બલ્ક ક્રિયાઓ

કોષ્ટકો ની યાદી, હવે બલ્ક સંપાદિત અને કાઢી નાખો વિકલ્પો સાથે.

WP_Hook

એક્શન્સ અને ફિલ્ટર્સ કોડ માં ફેરફારો કર્યા છે, સાથે ભૂલો પણ સુધારી છે.

સેટિંગ્સ રજીસ્ટ્રેશન API

register_setting() ને ઉન્નત બનાવવા માં આવી છે જેમાં પ્રકાર, વર્ણન, અને REST API દૃશ્યતા નો સમાવેશ થાય છે.

કસ્ટમાઇઝ ચેન્જસેટ(changesets)

કસ્ટમાઇઝ ચેન્જસેટ(changesets) સુસંગત કસ્ટમાઈઝર માં ફેરફારો કરે છે જેમ કે સ્વતઃ ડ્રાફ્ટ્સ સાચવવા. તેઓ પણ નવી ઉત્તેજક લક્ષણો બનાવે છે જેમ કે પ્રારંભિક સામગ્રી.

પ્રતિશાદ આપો