વર્ડપ્રેસ ૪.૮ “ઇવાન્સ”

તમને ધ્યાનમાં રાખીને આપેલ અપડેટ

 

વધારે જ્ઞાન યુક્ત વર્ડપ્રેસ માટે તૈયાર થઇ જાવ!

વર્ડપ્રેસ ની આવૃત્તિ ૪.૮, જાઝ પિયાનોવાદક અને સંગીતકાર વિલિયમ જ્હોન “બીલ” ઇવાન્સના માનમાં “ઇવાન્સ” નામ આપ્યું છે, જે તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૮ ની નવી લાક્ષણિકતાઓ તમારા માટે તમને પોતાને વ્યક્ત કરવા અને તમારા બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે વધુ રીત ઉમેરે છે.

જોકે કેટલાક અપડેટ્સ નાનાં હોય છે, એ તમને ધ્યાનમાં રાખીને હજારો યોગદાનકર્તાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. નવી સુવિધાઓ માટે તૈયાર રહો, તમે જૂના મિત્રની જેમ સ્વાગત કરશો: લિંક સુધારાઓ, ત્રણ નવા ચિત્ર, ઓડિયો અને વિડિયો મીડિયા વિજેટ, અદ્યતન લખાણ વિજેટ કે જે દ્રશ્ય સંપાદનને આધાર આપે છે, અને તમારા ડૅશબોર્ડમાં એક અપગ્રેડ સમાચાર વિભાગ છે જે નજીકના અને આગામી વર્ડપ્રેસ કાર્યક્રમ લાવે છે.


ઉત્તેજક વિજેટ સુધારા

 

ચિત્ર વિજેટ

વિજેટમાં ચિત્ર ઉમેરવું એ હવે એક સરળ કાર્ય છે જે કોડને જાણવાની જરૂર વગર કોઈપણ વર્ડપ્રેસ વપરાશકર્તા માટે પ્રાપ્ત કરી શકાય છે. ફક્ત વિજેટ સેટિંગ્સની અંદર તમારુ ચિત્ર દાખલ કરો. હેડશોટ અથવા તમારા નવીનતમ સપ્તાહના સાહસનો ફોટો જેવું કંઈક ઉમેરવાનો પ્રયાસ કરો અને જુઓ તે આપમેળે દેખાશે.

વિડિઓ વિજેટ

એક સ્વાગત વિડિઓ એ તમારી વેબસાઇટની બ્રાન્ડીંગને હરિત બનાવવાની શ્રેષ્ઠ રીત છે. તમે હવે મીડિયા લાઇબ્રેરીમાંથી કોઈપણ વિડિઓને નવી વિડિઓ વિજેટ સાથે તમારી સાઇટ પરના સાઇડબારમાં ઉમેરી શકો છો. તમારી સાઇટ પર મુલાકાતીઓને રજૂ કરવા અથવા તમારી નવીનતમ અને શ્રેષ્ઠ સામગ્રીને પ્રમોટ કરવા માટે સ્વાગત વિડિઓનું પ્રદર્શન કરવા માટે આનો ઉપયોગ કરો.

ઑડિઓ વિજેટ

શું તમે એક પોડકાસ્ટર(podcaster), સંગીતકાર, અથવા ઉત્સુક બ્લોગર છો? તમારી ઑડિઓ ફાઇલ સાથે એક વિજેટ ઉમેરવું ક્યારેય આટલું સરળ નહોતું. તમારી ઑડિઓ ફાઇલને મીડિયા લાઇબ્રેરીમાં અપલોડ કરો, વિજેટ સેટિંગ્સ પર જાઓ, તમારી ફાઇલ પસંદ કરો, અને તમે શ્રોતાઓ માટે તૈયાર છો. વધુ વ્યક્તિગત સ્વાગત સંદેશ ઉમેરવાનો આ એક સરળ રસ્તો હશે!

રીચ ટેક્સ્ટ વિજેટ

આ સુવિધા શહેરના કેન્દ્રમાં એક પરેડ પાત્ર છે! રીચ-ટેક્સ્ટ સંપાદન ક્ષમતા હવે ટેક્સ્ટ વિજેટ્સ માટે મૂળ છે. ગમે ત્યાં વિજેટ ઉમેરો અને ફોરમેટ કરો. યાદીઓ બનાવો, emphasis(em) ઉમેરો અને ઝડપથી અને સરળતાથી લિંક્સ શામેલ કરો. તમારી નવીનતમ ફોર્મેટિંગ સત્તાઓ સાથે મજા માણો અને જુઓ કે તમે થોડાક સમયમાં શું કરી શકો.


લિંક સીમાઓ

શું તમે ક્યારેય કોઈ લિંકને અપડેટ કરવા, અથવા લિંકના લખાણને અપડેટ કરવાની કોશિશ કરી છે, અને મળ્યું છે કે તમે તેને યોગ્ય રીતે સંપાદિત કરી શકતા નથી? જ્યારે તમે લિંક પછી લખાણ સંપાદિત કરો છો, ત્યારે તમારા નવા લખાણને લિંક સાથે સમાપ્ત થાય છે. અથવા તમે લિંકમાં લખાણને સંપાદિત કરો છો, પરંતુ તમારુ લખાણ તેનાથી બહાર સમાપ્ત થાય છે. આ નિરાશાજનક બની શકે છે! લિંક સીમાઓ સાથે, એક મહાન નવી સુવિધા, પ્રક્રિયા સુવ્યવસ્થિત છે અને તમારી લિંક સારી રીતે કામ કરશે. તમે વધુ ખુશ થશો. અમે વચન આપીયે છે.


વર્ડપ્રેસના નજીકના કાર્યક્રમ

 

શું તમને ખબર છે કે વિશ્વભરના ૪૦૦ થી વધુ શહેરોમાં નિયમિત રીતે ભેગા થતા સમુદાયો સાથે વર્ડપ્રેસ પાસે સમૃદ્ધ ઑફલાઇન સમુદાય છે? વર્ડપ્રેસ હવે કાર્યક્રમ તરફ તમારું ધ્યાન ખેંચે છે કે જે તમને તમારા વર્ડપ્રેસ કુશળતા સુધારવા, મિત્રોને મળવા અને પ્રકાશન માટે મદદ કરે છે.

આ ઝડપથી અમારા મનપસંદ લક્ષણોમાંથી એક બની રહ્યું છે જ્યારે તમે ડૅશબોર્ડમાં છો (કારણ કે તમે અપડેટ્સ ચલાવી રહ્યાં છો અને લેખો લખી રહ્યા છો, બરાબરને?) તમારી નજીકના તમામ આગામી વર્ડકેમ્પ અને વર્ડપ્રેસ મીટઅપ પ્રદર્શિત થશે.

સમુદાયનો ભાગ બનવાથી તમે તમારા વર્ડપ્રેસ કૌશલ્યને સુધારવામાં મદદ કરે છે અને તમે નવા લોકોને મળી શકશો. હવે તમે સરળતાથી તમારા ડૅશબોર્ડમાં પ્રવેશ કરીને અને નવા કાર્યક્રમ અને સમાચાર ડેશબોર્ડ વિજેટને જોઈને તમારા સ્થાનિક કાર્યક્રમ શોધી શકો છો.


વધારે પ્રસન્ન ડેવલપર્સ 😊

વધુ સુલભ સંચાલન પેનલ હેડિંગ

નવા સીએસએસ(CSS) નિયમો મતલબ અપ્રાસંગિક કંટેન્ટ (જેમ કે; “નવી લિંક્સ ઉમેરો”) ને હવે સંચાલક-વિસ્તાર શીર્ષકમાં શામેલ કરવાની જરૂર નથી. આ પેનલ શીર્ષકો સહાયક ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકો માટેનો અનુભવ સુધારે છે.

ડબલ્યુએમવી(WMV) અને ડબલ્યુએમએ(WMA) ફાઇલો માટે કોર સપોર્ટ દૂર

જેમ ઓછા અને ઓછા બ્રોંઝર્સ સિલ્વરલાઇટ નુ સમર્થન આપે છે, જે ફાઇલ ફોરમેટ ને સિલ્વરલાઇટ પ્લગિનની હાજરીની જરૂર છે તેને કોર સપોર્ટમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. આવી ફાઇલો હજી પણ ડાઉનલોડ લિંક તરીકે દર્શાવવામાં આવશે, પરંતુ હવે આપમેળે એમ્બેડ કરવામાં આવશે નહીં.

મલ્ટીસાઇટ અપડેટ્સ

is_super_admin() ના કોલ્સને દૂર કરવા તરફ નજર રાખીને ૪.૮ માં નવી ક્ષમતાઓ રજૂ કરવામાં આવી છે. વધારામાં, વધુ ઝીણવટપૂર્વક સાઇટ નિયંત્રણ કરવા માટે નવા હુક્સ અને નેટવર્ક દીઠ વપરાશકર્તા ગણતરીઓ ઉમેરવામાં આવ્યા છે.

ટેક્સ્ટ-સંપાદક જાવાસ્ક્રિપ્ટ API

૪.૮ માં ટેક્સ્ટ વિજેટની સાથે TinyMCE ના ઉમેરા સાથે પેજ લોડ પછી સંપાદકને ઇન્સ્ટન્શીએટ(instantiating) કરવા માટે એક નવી JavaScript API આવે છે. તેનો ઉપયોગ કોઈપણ ટેક્સ્ટ એરિયામાં એડિટર ઇન્સ્ટન્સ ઉમેરવા અને બટનો અને ફંકશન(functions) સાથે તેને કસ્ટમાઇઝ કરવા માટે થઈ શકે છે. પ્લગઇન લેખકો માટે સારા સમાચાર!

મીડિયા વિજેટ્સ API

૪.૮ મા નવા બેસ મીડિયા વિજેટ REST API સ્કીમાની રજૂઆતથી, ભવિષ્યમાં વધુ મીડિયા વિજેટ્સ(જેમ કે; ગેલેરિ અથવા પ્લેલિસ્ટ) માટે શક્યતાઓ ખોલે છે. ત્રણ નવા મીડિયા વિજેટ્સ શેર કરેલ નવા બેઝ ક્લાર્કે સંચાલિત છે, જે મીડિયા મોડલ સાથેના મોટા ભાગની ક્રિયાપ્રતિક્રિયાઓને આવરી લે છે. તે ક્લાસ​ નવા મીડિયા વિજેટ્સને બનાવ​વુ સરળ બનાવે છે અને વધુ મીડિયા વિજેટ્સ આવવા માટેનો માર્ગ તૈયાર કરે છે.

કસ્ટમાઈઝર પહોળાઈ વેરીએબલ

ઉલ્લાસ માણો! નવી હાઇ-રીઝોલ્યુશન સ્ક્રીન્સ પર કસ્ટમાઈઝર સાઇડબાર વિશાળ બનાવવા માટે, રીસ્પોન્સીવ બ્રેકપોઇન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. કસ્ટમાઈઝર કોન્ટ્રોલ્સ પિક્સેલ્સને બદલે, ટકા-આધારિત પહોળાઈનો ઉપયોગ કરવો જોઈએ.

 

છેલ્લે, વર્ડપ્રેસ ૪.૮ પર કામ કરતા બધા સમુદાય અનુવાદકોનો આભાર. તેમના પ્રયત્નો વર્ડપ્રેસ ૪.૮ ને સંપૂર્ણ રીતે પ્રકાશન સમયે ૩૮ ભાષાઓમાં અનુવાદિત કરે છે.

જો તમે અનુસરવા અથવા સહાય કરવા માગો છો, તો વર્ડપ્રેસ બનાવો અને અમારા મુખ્ય વિકાસ બ્લોગ તપાસો.વર્ડપ્રેસ પસંદ કરવા બદલ આભાર – અમે આશા રાખીએ છીએ કે તમે આનંદ લેશો!

પ્રતિશાદ આપો