તે ફરી થઈ રહ્યું છે! ૩૦ મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદના દિવસ, અમે ૨૪ કલાકના વૈશ્વીક અનુવાદ સ્પ્રિન્ટ માટે અમારી સાથે જોડાવા, તમારી પોતાની ભાષામાં વર્ડપ્રેસ, થીમ અને પ્લગિનનું ભાષાંતર કરવા માટે દરેકને આમંત્રિત કરી રહ્યાં છીએ!
આપણે શું કરી રહ્યા છીએ?
જે અનુવાદ દિવસની ઇવેન્ટમાં નવા છે, તે દરેક માટે શું કરીએ તેનો સારાંશ અહીં નીચે પ્રમાણે છે:
- સ્થાનિક અનુવાદનો યોગદાન આપનાર દિવસ – સમગ્ર વિશ્વમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમ.
- શક્ય તેટલી ભાષાઓ માટે, ફાળકોને મદદ કરવા માટે જેઓ તેમના ઘરેથી જોડાવા માગે છે.
- વર્ડપ્રેસ સ્થાનિકીકરણ અને આંતરરાષ્ટ્રીયકરણના વિવિધ વિષયો પર સમર્પિત ૨૪ કલાકનાં લાઇવ સ્ટ્રીમિંગ સત્રો
સત્રો કોના માટે છે?
- તેમની ભાષામાં વર્ડપ્રેસને કેવી રીતે ભાષાંતર કરવું તે જાણવા માગતા દરેક વ્યક્તિ માટે
- નવા અને અનુભવી ભાષાંતર સંપાદકો – સત્રમાં ઉપયોગી માહિતી અને મજબૂત અનુવાદ ટીમ કેવી રીતે બનાવવી અને જાળવી રાખવી તે સલાહ આપશે
- ડેવલપર્સ જેઓ તેમના પ્રોજેક્ટ્સ માટે અનુવાદકો શોધવાનું પસંદ કરશે – સત્ર તમને શીખવશે કે કેવી રીતે પોલિગ્લોટ્સ ટીમ સાથે કામ કરવું અને તમારા પ્રોડક્ટ માટે અનુવાદ સમુદાય કેવી રીતે બનાવવો
- ડેવલપર્સ જે સ્થાનિકીકરણ માટે તેમના પ્લગિન અને થીમ કેવી રીતે તૈયાર કરવા તે જાણવા માગે છે
- અનુવાદો જે વર્ડપ્રેસ માં કેવી રીતે કામ કરે છે અને પોલિગ્લોટ્સ ટીમના કામનો એક સામાન્ય વિચાર જાણવા માગતા દરેક વ્યક્તિ માટે.
તે ક્યારે થઈ રહ્યું છે?
સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૭ ના રોજ, બરાબર 00:00 UTC થી શરૂ થાય છે. (ઇવેન્ટ તમારા માટે ક્યારે શરૂ થાય છે તે જુઓ!)
કૃપા કરીને અમારી ઇવેન્ટ વેબસાઇટ પર તમામ સંબંધિત વિગતો જુઓ.
અમે શા માટે કરી રહ્યા છીએ?
- આનંદ માણવા અને એકબીજાને વધુ સારી રીતે જાણવા માટે
- વધુ અનુવાદ સહયોગીઓને શામેલ કરવા અને વર્ડપ્રેસ પોલિગ્લોટ્સ ટીમનો વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કરવા
- રાહ શબ્દોની સંખ્યાને ઘટાડવા માટે હાલના અનુવાદ સહયોગીઓ અને પ્રોજેક્ટ અનુવાદ સંપાદકોને શિક્ષિત કરવા
- કેવી રીતે વર્ડપ્રેસ ડેવલપર્સ સમુદાય વચ્ચે અનુવાદો સાથે વહેવાર કરે છે તે સામાન્ય સમજમાં સુધારો કરવા
- પ્લગિન અને થીમ લેખકો અનેવર્ડપ્રેસ અનુવાદ સમુદાય વચ્ચે મજબૂત જોડાણો બનાવવા માટે
- અનુભવ સુધારવા માટે, પ્રવર્તમાન સાધનોનો ઉપયોગ કરવા માટે અનુવાદ સંપાદકોને શિક્ષિત કરવા
તમે કેવી રીતે જોડાઇ શકશો?
- અનુવાદ કરો – ફક્ત તમારા પોતાના ટાઇમઝોનમાં ૩૦ મી સપ્ટેમ્બરે જોડાઓ અને http://translate.wordpress.org પર તમારી ભાષામાં વર્ડપ્રેસ અથવા તમારા મનપસંદ પ્લગિન અને થીમનું ભાષાંતર કરો અને કદાચ તમારા ભાષાંતરને તમારી પોતાની વર્ડપ્રેસ સાઇટ પર લાઇવ પણ જુઓ.
- https://www.crowdcast.io/e/gwtd3/ પર જીવંત સત્રો જુઓ
- સ્થાનિક ઇવેન્ટ ગોઠવો – wptranslationday.org પર ફોર્મમાં તમારી સ્થાનિક ઇવેન્ટ્સ વિગતો ભરો
- વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસની આયોજન ટીમમાં જોડાઓ – ફક્ત ખાસ સ્લૅક ચેનલમાં જોડાઓ!
તમારી સાથે યોગદાન આપવા માટે આતુર છીએ. અનુવાદ કરો અને આનંદ માણો!
મહત્વપૂર્ણ લિંક
- CrowdCast ઇવેન્ટ: https://www.crowdcast.io/e/gwtd3/
- WPTranslationDay સત્તાવાર વેબસાઇટ: https://wptranslationday.org/
- [માર્ગદર્શિકા] વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ પર સ્થાનિક ઇવેન્ટ ગોઠવો
- ઇવેન્ટ્સ સ્લૅક ચેનલ: #polyglots-events
- WP પોલિગ્લોટ્સ ટ્વિટર: https://twitter.com/translatewp
- #wptranslationday અનુસરો
પ્રતિશાદ આપો
તમારે ટિપ્પણી પોસ્ટ કરવા લૉગ ઇન કરવું પડશે.