ડાઉનલોડ

જાઝ સંગીતકાર અને બૅન્ડ લીડર બિલી ટિપ્ટોનના સન્માનમાં “ટિપ્ટોન” નામની વર્ડપ્રેસની આવૃત્તિ ૪.૯, તમારા વર્ડપ્રેસ ડૅશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૯ માં નવી સુવિધાઓ તમારા ડિઝાઇન વર્કફ્લોને સરળ બનાવશે અને કોડિંગ ભૂલોથી તમને સુરક્ષિત રાખશે.

ડિઝાઇન ડ્રાફ્ટ, લૉકિંગ, શેડ્યૂલિંગ અને લિંક્નું પૂર્વદર્શન સાથે સુધારેલા કસ્ટમાઈઝર વર્કફ્લોમાં સ્વાગત છે. વધુ શું છે, કોડ સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને ભૂલ ચકાસણીથી સ્વચ્છ અને સરળ સાઇટ બિલ્ડિંગનો અનુભવ થશે. છેલ્લે, જો તે બધું ખૂબ સરસ ન હોય, અમે એક નવું ગેલેરી વિજેટ અને થીમ બ્રાઉઝિંગ અને સ્વિચિંગ માટે સુધારાઓ કર્યા છે.

કસ્ટમાઈઝર વર્કફ્લો સુધારેલ છે

 • ડ્રાફ્ટ અને શેડ્યૂલ સાઇટ ડિઝાઇન કસ્ટમાઇઝેશન
 • ડિઝાઇન પૂર્વદર્શન લિંક્સ સાથે સહયોગ કરો
 • તમારા ફેરફારો સુરક્ષિત કરવા માટે ડિઝાઇન લૉકિંગ
 • તમારું કાર્ય સુરક્ષિત કરવા માટે એક સંકેત

કોડિંગ સુધારાઓ

 • સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને ભૂલ તપાસ? હા, કૃપા કરીને!
 • સલામતી માટે સેન્ડબોક્સ
 • સાવધાન: આગળ સંભવીત ખતરો

વધુ વિજેટ સુધારાઓ

 • નવી ગેલેરી વિજેટ
 • એક બટન દબાવો, મીડિયા ઉમેરો

સાઇટ બિલ્ડિંગ સુધારાઓ

 • થીમ બદલવી વધુ વિશ્વસનીય
 • પરફેક્ટ થીમ શોધો અને પૂર્વદર્શન કરો
 • વધારે સારી મેનુ સુચનાઓ = ઓછી મૂંઝવણ