વર્ડપ્રેસ ની અંગ્રેજી આવૃત્તિ શરૂઆતથી સ્થાપિત કરવા, આ પગલાંઓ અનુસરો:
1. સ્થાપન પેકેજ (આ પાનાં પર તમને .tar.gz અને .zip ફોર્મેટના પેકેજ મળશે) ડાઉનલોડ કરો અને તમારા હોસ્ટ પર અપલોડ કરો.
2. તમે વર્ડપ્રેસ કેવી રીતે સ્થાપિત કરવું અને કેવી રીતે અપડેટ કરવું, એ ચેક કરી શકો છો.
જો એક સ્થાનિક આવૃત્તિ પહેલાથી જ સ્થાપિત થયેલ હોય, તો તમારે આ પગલાંઓ અનુસરવાની જરૂર છે:
1. તાજેતરની અનુવાદવાળી .mo ફાઈલો અહીંથી ડાઉનલોડ કરો:
2. તમારા વર્ડપ્રેસ સ્થાપનના wp-content/languages ફોલ્ડરમાં આ ફાઇલોને કોપી કરો.
3. ફાઈલના નામ નીચે પ્રમાણે બદલો:
- wp-dev-gu.mo -> gu.mo
- wp-dev-cc-gu.mo -> continents-cities-gu.mo
- wp-dev-admin-gu.mo -> admin-gu.mo
- wp-dev-admin-network-gu.mo -> admin-network-gu.mo
4. હવે વર્ડપ્રેસના બેકએન્ડમાં સંચાલક તરીકે લોગીન થઈને `Settings > General > Site Language` માં તમારી ભાષા પસંદ કરીને સેટિંગ્સ સેવ કરો.