તમારા નવા પ્લગઇન ને લોકો સમક્ષ રજુ કરવું છે? તમે યોગ્ય સ્થાને છો ફક્ત અમને તમારા માટે હોસ્ટ કરવા માટે કહો . તમે આ કરી શકશો:
- કેટલા લોકોએ તેને ડાઉનલોડ કર્યું છે તેનું ટ્રેક રાખો.
- લોકોને તમારા પ્લગિન વિશે ટિપ્પણીઓ કરવા દો.
- અન્ય વર્ડપ્રેસ પ્લગિન્સ સામે તમારા પ્લગઇન માટે રેટિંગ મેળવો.
- આ કેન્દ્રીય રીપોઝીટરીમાં, તમારા પ્લગઇન માટે એક્સપોઝર મેળવો.
ત્યાં કેટલાક પ્રતિબંધો છે
- તમારું પ્લગઇન જીએનયુ જનરલ પબ્લીક લાયસન્સ v2 , અથવા કોઈપણ પછીનું સંસ્કરણ સાથે સુસંગત હોવું આવશ્યક છે. અમે વર્ડપ્રેસ તરીકે સમાન લાયસન્સનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ – “GPLv2 અથવા પછીનું.”
- પ્લગઇન ગેરકાયદેસર કંઈ ન કરવું જોઈએ અથવા નૈતિક રીતે આક્રમક ન હોવું જોઈએ (તે વ્યક્તિલક્ષી છે, અમે જાણીએ છીએ).
- તમારે વાસ્તવમાં સબવર્સિયન રીપોઝીટરીનો ઉપયોગ કરવો પડશે જે અમે તમને આપીશું જેથી તમારૂ પ્લગઇન આ સાઇટ પર બતાવાય. આ વર્ડપ્રેસ પ્લગઇન ડિરેક્ટરી એક હોસ્ટિંગ સાઇટ છે, સૂચિ સાઇટ નથી.
- વપરાશકર્તાની પરવાનગી પૂછ્યા વિના પ્લગઇન મા બાહ્ય લિંક્સ એમ્બેડ હોવી ન જોઈએ (જેમ કે "દ્વારા સંચાલિત").
- તમારા પ્લગઇનને વિગતવાર માર્ગદર્શિકા ની અમારી સૂચિ દ્વારા પાલન કરવું આવશ્યક છે, જેમાં સ્પામર ન હોવા ઉપરાંત સિસ્ટમ્સનો દુરુપયોગ ન કરવાનું શામેલ છે.
સબમિશન સરળ છે
- WordPress.org ના ખાતામાં સાઇન અપ કરો.
- સમીક્ષા માટે તમારુ પ્લગિન સબમિટ કરો .
- તમારા પ્લગઇની મેન્યુઅલી સમીક્ષા પછી, તે ક્યાં તો મંજૂર કરવામાં આવશે અથવા તમને ઇમેઇલ કરવામાં આવશે અને વધુ માહિતી પ્રદાન કરવા અને / અથવા સુધારા કરવા માટે કહેવામાં આવશે.
- એકવાર મંજૂર થયા પછી, તમને સબવર્સિયન રીપોઝીટરી જ્યાં તમે તમારા પ્લગઇનને સંગ્રહિત કરશો તેમાં ઍક્સેસ આપવામાં આવશે.
- તમે તમારા પ્લગઇન (અને રીડમી ફાઇલ !) ને તે રીપોઝીટરીમાં અપલોડ કરો તેના ટૂંક સમયમાં, તે આપોઆપ પ્લગિન્સ બ્રાઉઝર મા પ્રદર્શિત થશે.
- વધુ માહિતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો તપાસો.
રીડમી ફાઈલો
પ્લગઇન બ્રાઉઝરમાં તમારી એન્ટ્રીને સૌથી વધુ ઉપયોગી બનાવવા માટે, દરેક પ્લગઇનમાં readme.txt
નામનું એક રીડમી ફાઇલ હોવું જોઈએ જે WordPress પ્લગઇન રીડમ ફાઇલ સ્ટાન્ડર્ડનું પાલન કરે છે. તમે તમારી રીડમી ફાઇલને ચેક કરવા માટે રીડમી માન્યકર્તા દ્વારા ચેક શકો છો.