વર્ણન
પોસ્ટ પોર્ટર | એક ક્લિક સાથે REST API નો ઉપયોગ કરીને એક વર્ડપ્રેસ સાઇટ પરથી બીજી વર્ડપ્રેસ સાઇટ પર કોઈપણ પોસ્ટ પ્રકાર આયાત કરો.
સરસ પરિણામો અને સરળ ઉપયોગ માટે, ખાતરી કરો કે તમે આયાત અથવા નિકાસ કરવા માંગતા લખાણ સામાન્ય પોસ્ટની સંરચનાને નજીકથી સમાન છે અથવા સમાન સિદ્ધાંતો પર આધારિત છે.
વિશેષતાઓ
- તે વપરાશકર્તાઓને તેમની વર્ડપ્રેસ વેબસાઇટ્સ વચ્ચે કસ્ટમ પોસ્ટ પ્રકારો સહિત કોઈપણ પોસ્ટ પ્રકારને આયાત અને નિકાસ કરવાની મંજૂરી આપે છે.
- તે વપરાશકર્તાઓને પસંદ કરવા માટેની સુવિધા આપે છે કે કયા પોસ્ટ પ્રકારમાંથી ડેટા આયાત કરવો છે અને હાલની વેબસાઇટના કયા પોસ્ટ પ્રકારમાં દાખલ કરવો છે.
- આપણે કસ્ટમ ટેક્સોનોમી (કસ્ટમ કેટેગરી / ટેગ) સાથે પોસ્ટને પણ આયાત કરીએ છીએ, જો તે આયાત કરવાના વેબસાઇટ પર વ્યાખ્યાયિત છે.
- તે વપરાશકર્તાઓને બેકગ્રાઉન્ડમાં પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આયાત પ્રક્રિયા રદ્દ કરવા માટેની સુવિધા આપે છે.
- કી-આધારિત પ્રમાણિકરણ દ્વારા સુરક્ષિત રીતે માહિતી આયાત અને નિકાસ કરો.
- આયાત પ્રક્રિયા બેકગ્રાઉન્ડમાં કરવામાં આવે છે, તેથી તે તમારા અન્ય પ્રક્રિયાઓને અસર નહીં કરે.
ઉપયોગ માટે સ્ટેપ
- જ્યાંથી તમારે પોસ્ટ આયાત કરવી છે તે વેબસાઇટ પર પ્લગિન સ્થાપિત કરો.
- સ્થાપન પછી, પ્લગિન ના નિકાસ કી પેજ પર જાઓ અને વેબસાઇટ URL અને નિકાસ કી નકલ કરો.
- જ્યાં તમારે પોસ્ટ આયાત કરવી છે ત્યાં વેબસાઇટ પર પ્લગિન સ્થાપિત કરો.
- સ્થાપન પછી, પ્લગિન ના પોસ્ટ પોર્ટર પેજ પર જાઓ, નકલ કરેલો વેબસાઇટ URL અને નિકાસ કી પેસ્ટ કરો, પછી સબમિટ પર ક્લિક કરો.
- સબમિટ કર્યા પછી, પોસ્ટ પ્રકારો પસંદ કરવા માટે બે સિલેક્ટ બોક્સ હશે.
- પોસ્ટ પ્રકારોની પસંદગી કર્યા પછી, સેટિંગ્સ સાચવવા માટે સેવ સેટિંગ્સ બટન પર ક્લિક કરો.
- તે પછી, આયાત પોસ્ટ બટન સક્રિય થાય છે. આયાત પોસ્ટ બટન પર ક્લિક કરીને આયાત પ્રક્રિયા શરૂ કરો.
- લોગ વિગતો ચકાસવા માટે, વેબસાઇટની આયાત લોગ્સ પેજ પર જાઓ.
- ક્લિયર લોગ્સ બટન પર ક્લિક કરીને, તમામ લોગ વિગતો મિટાવી દેવામાં આવશે.
નૉૅધ
- આ પ્લગિન WP Background Processing Library નો ઉપયોગ કરે છે, તેથી જો તમારી પાસે કોઈ સક્રિય પ્લગિન છે જે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે અથવા બેકગ્રાઉન્ડમાં ડેટા આયાત કરવા માટે પ્લગિનનો ઉપયોગ કરે છે, તો કોઈપણ વિક્ષેપ ટાળવા માટે તેને અક્ષમ કરો.
- પોસ્ટ પોર્ટર તમામ કસ્ટમ પોસ્ટ પ્રકારો સાથે સુસંગત નથી, ખાસ કરીને જે હાઇલી કસ્ટમાઇઝ્ડ સંરચનાઓ અથવા અનન્ય ડેટા ફીલ્ડ્સ ધરાવે છે. જો તમે તેને સામાન્ય પોસ્ટ સિવાયના કસ્ટમ પોસ્ટ પ્રકારો સાથે ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો પ્લગિનને સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવું જરૂરી છે.
સ્ક્રીનશોટ
સ્થાપન
વર્ડપ્રેસ
“પોસ્ટ પોર્ટર” માટે શોધો અને તે સ્લીક સાથે ઇન્સ્ટોલ કરો પ્લગિન્સ > નવું બેક-એન્ડ પેજ ઉમેરો.
… અથવા …
આ પગલાં અનુસરો:
-
આર્કાઇવ ડાઉનલોડ કરો.
-
પ્લગિન > નવું > અપલોડ પેજ મારફતે ઝિપ ફાઇલ અપલોડ કરો… અથવા… અનપૅક કરો અને તમારા મનપસંદ FTP ક્લાયન્ટ સાથે /plugins/ ફોલ્ડરમાં અપલોડ કરો.
-
પ્લગિન પેજ પર પ્લગિન સક્રિય કરો.
પૂર્ણ!
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“પોસ્ટ પોર્ટર” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.
“પોસ્ટ પોર્ટર” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.